શ્રીલંકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ લોકોમાં આક્રોશ| ગુજરાતમાં 13 જુલાઈ સુધી વરસાદની આગાહી

2022-07-09 206

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરુ બનતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવ કર્યો છે. બીજી તરફ ગાટાબાયા રાજપક્ષે પોતાનો સત્તાવાર આવાસ છોડીને ભાગી ગયા છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરી છે. જેના પગલે શ્રીલંકામાં અનિશ્ચિતકાળ સુધી કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10 થી 13 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.